નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 60,471 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2726 લોકોનાં મોત થયાં છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. 31 માર્ચ, 2021 પછી સૌથી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે. 31 માર્ચે એક દિવસમાં 53,480 નવા કેસ નોંધાયા હતા. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,95,70,881 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,77,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,82,80,472 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,17,525 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,13,378એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 17,51,358 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 3.45 ટકા છે.
દેશમાં 25.90 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 25,90,44,072 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 39,27,154 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
60,471 new cases of corona, 2726 deaths