તાજમહેલ પર તાળાબંધીથી લોકોને રોજીરોટીનું સંકટ

આગ્રાઃ વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલના શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે પર્યટન ઉદ્યોગની કમર તોડી નાખી છે. 17 માર્ચથી બંધ પડેલા સ્મારકોનાં તાળાં હજી ખૂલશે એવું લાગતું નથી. આ તાળાબંધી જો વધુ લાંબી ચાલશે તો પર્યટન ઉદ્યોગ માટે મુશ્કેલીઓ વધી જશે, જેનાથી બહાર નીકળવું સરળ નહીં હોય. આમ પણ સ્મારકો બંધ હોવાની પ્રતિકૂળ અસર દેખાવા લાગી છે.

પર્યટન ઉદ્યોગ સામેનાં સંકટો

  • સ્મારકો બંધ હોવાને લીધે પર્યટન ઉદ્યોગ લાંબા સમય સુધી મંદીમાંથી બહાર નહીં આવી શકે. 101 દિવસના બંધમાં પર્યટન ઉદ્યોગથી જોડાયેલા લોકોના ખર્ચા તો બરકરાર છે, પણ આવક શૂન્ય છે. સરકારી કરોનો ભાર ઓછો નથી થયો, પણ એનાથી તેમની બચત ખતમ થઈ રહી છે.  
  • પ્રતિષ્ઠાનોને નુકસાન થવાની સંભાવના છે. મોટા ભાગની હોટેલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરાં, એમ્પોરિયમ બંધ છે. વગર મેઇનટેઇનન્સથી એમને નુકસાન થવાની શક્યતા છે.
  • પર્યટકોનો વિશ્વાસ જીતવા અને તેમને વિશ્વાસ અપાવવાનું સંકટ સૌથી મોટું છે. શ્રમિકોને વતન પરત જવાની હેરાનગતિના સમાચારોએ વિશ્વને હચમચાવી નાખ્યું છે.  
  • સ્મારકોને ખોલવાની, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પ્રારંભ, વીઝા પર હજી પણ અનિશ્ચિતતાની સ્થિતિ છે. સ્મારકો ક્યારે ખોલાશે, એ વિશે હાલ અનિશ્ચિતતા પ્રવર્તે છે. આ સ્થિતિમાં ના તો પર્યટક પોતાની ટુરનું આયોજન કરી શકે અને પર્યટન વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા લોકો કંઈ કરી શકે છે.  
  • કોરોનાના પર્યટન પર અસર અને પર્યટકોની સંખ્યા ઓછી હોવાની સંભાવનાને જોતાં પર્યટનમાં રોકાણ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
  • હોટેલો દ્વારા કર્મચારીઓની લોકડાઉનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે ફરીથી ખૂલવા પર તેમના માટે કુશળ કર્મચારીઓનો અભાવ હશે.
  • ભાડાની સંપત્તિઓને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સંપત્તિ માલિકો ભાડાં માગી રહ્યા છે અને ભાડૂતો માટે આવકના અભાવનો સમય છે. આને લઈને નોટિસ મોકલવાની શરૂઆત થઈ ગઈ છે.
  • સ્મારકો બંધ હોવાને કારણે પર્યટન ઉદ્યોગને મોટું નુકસાન થઈ રહ્યું છે. અન્ય ઉદ્યોગો ખૂલવા છતાં પર્યટન ઉદ્યોગ હજી બંધ છે. સરકારે અન્ય ઉદ્યોગોની જેમ પર્યટન ઉદ્યોગને પણ મદદ કરવી જોઈએ.

 

આગ્રામાં પર્યટન ઉદ્યોગથી જોડાયેલા 80 ટકા લોકો તાજમહેલથી જોડાયેલા છે. લાંબા લોકડાઉનથી લોકોની હાલત ખરાબ છે અને તેમના માટે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. જ્યારે મોલ અને બજાર ખૂલી શકે તો તાજમહેલ પણ ખૂલવો જોઈએ. આનાથી લોકોને રોજગાર મળશે અને તેમની આવક થશે. અન્ય દેશોની સમાન લોકલ ટુરિઝમ શરૂ કરી શકાય છે.