પંજાબ: નવજોત સિદ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા   

ચંદીગઢ: પંજાબમાં મોટી રાજકીય હલચલના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ‘અજ્ઞાતવાસ’ (અંડરગ્રાઉન્ડ) માં રહી રહેલા પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ કેપ્ટન અમરિન્દર સિંહ સરકારમાં ફરી જોડાય તેવી શક્યતા છે. અને તેમને નાયબમુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે.  ચર્ચા એવી છે કે, મંત્રીમંડળમાં મોટા ફેરફર થવા જઈ રહ્યા છે. બ્યુરોક્રેસી પ્લાનિંગ કરી રહી છે કે, ક્યા મંત્રીઓની છૂટ્ટી કરવી અને કયા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવા.

સૌથી વધુ ચર્ચા નવજોત સિંહ સિદ્ધૂને લઈને છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે નાયબ મુખ્યમંત્રી તરીકે સરકારમાં પરત ફરી શકે છે. હકીકતમાં આ ચર્ચા નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસના દિલ્હી દરબારમાં ગયા પછી જ શરૂ થઈ છે. જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં હતા અને પાર્ટીના નેતાઓ પર દબાણ લાવી રહ્યા છે કે તેઓ તેમને ફરીથી સ્થાનિક વિભાગ આપવામાં આવે.

બીજી તરફ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ કોઈ મંત્રીનો હવાલો પાછો ખેંચીને સિદ્ધુને આપવા નથી માંગતા. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ તેમને વીજળી વિભાગની જવાબદારી માટે ઓફર કરી છે. હાલમાં આ વિભાગ મુખ્યમંત્રી પાસે છે.

હવે પાર્ટી વચ્ચેનો રસ્તો શોધી રહી છે. ચર્ચા છે કે નવજોત સિદ્ધુને ડેપ્યુટી સીએમ બનાવીને તેમને પાવર સેક્રેટરી બનાવવામાં આવશે. તેનાથી મંત્રીમંડળમાં તેનું કદ વધશે અને કોઈ અન્ય મંત્રીના વિભાગમાં ફેરફાર કરવો પડશે નહીં. જો કે, તકનીકી રીતે આ નિર્ણય લેવો સરળ નથી કારણ કે કોંગ્રેસને જાતિ સમીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

કેપ્ટન અમરિન્દર સિંહના મંત્રીમંડળમાં નવજોત સિદ્ધુ દ્વારા જે બેઠક છોડવામાં આવી હતી તે હજુ ખાલી છે. રાણા ગુરજિતે પણ આ બેઠક માટે કેપ્ટન ઉપર દબાણ લાવ્યું છે. સ્પીકર રાણા કેપી સિંહ પણ પ્રધાન બનવાની રેસમાં છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે હંમેશા વિવાદોમાં રહેતા ચરનજીત ચન્નીને હાલના મંત્રી પદ પરથી હટાવીને સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]