EDએ સ્ટર્લિંગ બાયોટેક મામલે અહેમદ પટેલની પૂછપરછ કરી  

નવી દિલ્હીઃ સાંડેસરા ગ્રુપની સામે 5000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી છે. ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક પર ચાલી રહેલા લોન કૌભાંડના મામલે EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં આજે EDએ કોંગ્રેસ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરી હતી. પ્રમોટર્સ સાંડેસરાબંધુઓ અને અહેમદ પટેલ પરિવારના સંબંધોની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીએ અહેમદ પટેલના જમાઈ અને પુત્ર પછી ખુદ પટેલ પર સકંજો કસવો શરૂ કરી દીધો છે.

મની લોન્ડરિંગના મામલે EDની ટીમે પહેલાં પુત્ર અને જમાઈથી પૂછપરછ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ લોન કૌભાંડ કરનારી ગુજરાતની ફાર્મા ક્ષેત્રની કંપની સ્ટર્લિંગ બાયોટેકના સંચાલકોથી અહેમદ પટેલના પુત્ર અને જમાઈના સંબંધોની તપાસ કરી રહી છે. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલનું નિવેદન મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ EDએ નોંધ્યું છે. આરોપ છે કે પુત્ર ફૈસલ અને જમાઈ ઇરફાન સિદ્દીકીએ સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડનાં નાણાંનો ઉપયોગ મની લોન્ડરિંગમાં કર્યો હતો.

શું છે સ્ટર્લિંગ બાયોટેક મામલો

ગુજરાતમાં ફાર્મા ક્ષેત્રની આ કંપનીનું મેનેજમેન્ટ વડોદરાના સાંડેસરા પરિવાર કરતો હતો. આરોપ છે કે ફાર્મા કંપનીના પ્રમોટર સાંડેસરાબંધુઓ નીતિન અને ચેતન તથા દીપ્તિ સાંડેસરાએ 14,500 કરોડ રૂપિયાનું બેન્ક લોન કૌભાંડ કર્યું હતું. જે દેશ છોડીને ભાગી ગયા હતા. સરકાર તેમને ભાગેડુ જાહેર કરી ચૂકી છે. વેપારનું વિસ્તરણ કરવાની વાત કરીને સાંડેસરાબંધુઓએ સ્ટર્લિંગ બાયોટેકના નામ પર 5383 કરોડ રૂપિયાની લોન લીધી હતૂ. આ લોન આંધ્ર બેન્કની આગેવાનીના બેન્કોના ગ્રુપે આપી હતી, પણ તેમણે જાણીબૂજીને નહોતી ચૂકવી. બેન્કોની ફરિયાદને પગલે સીબીઆઇએ ઓક્ટોબર, 2017માં ફાર્મા કંપનીના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાની સામે છોતરપિંડીનો કેસ નોંધ્યો હતો. EDની તપાસમાં બહાર આવ્યું હતું કે સ્ટર્લિંગ બાયોટેકે બેન્કોથી લોનો લેવા માટે તેમની મુખ્ય કંપનીઓની બેલેન્સશીટમાં આંકડાની ફેરબદલ કરી હતી. EDએ અત્યાર સુધી ત્રણ વાર અહેમદ પટેલના પુત્રની પૂછપરછ કરવામાં આવી હતી.