નવી દિલ્હીઃ કોરોના સંકટનો માર સહન કરી રહેલા ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મે અને જૂન, 2021 માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. દેશના આશરે 80 કરોડ લાભાર્થીઓને પાંચ કિલોગ્રામ મફત અનાજ આપવામાં આવશે. કોરોના રોગચાળાને લીધે તેમની મદદ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
દેશમાં કોવિડ-19 સ્થિતિને જોતાં આ પહેલ પર કેન્દ્રને રૂ. 26,000 કરોડથી વધુ ખર્ચ થશે. આ ઘોષણા ત્યારે કરવામાં આવી છે, જ્યારે દેશમાં કોરોના કેસોના બધા રેકોર્ડ તોડી રહ્યો છે. દેશમાં શુક્રવારે એક દિવસમાં 3.32 લાખથી વધુ નવા કેસો નોંધાયા હતા.
