નવી દિલ્હીઃ જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો, તો એ જાણી લો કે ફોર્મ 26 AS એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારે આમાં મોટા ફેરફારો કર્યા છે. નવું ફોર્મ 26 AS જારી થઈ ગયું છે. હવે આમાં ટેક્સ રિફંડ અને ટેક્સ ડિમાંડ (જો કોઈ હોય તો) વિશે પણ માહિતી મળશે. એની સાથે તમારા ખરીદ-વેચાણ કરેલા શેરના વ્યવહારો, રિયલ એસ્ટેટના વ્યવહારો, ક્રેડિટ કાર્ડનાં બિલોના પેમેન્ટની વિગતો પણ આમાં હશે. આ તમારું ટેક્સ સ્ટેટમેન્ટ છે. તમે તમારા પેન નંબરની મદદથી આને ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટથી કાઢી શકો છો. જો તમે તમારી આવક પર ટેક્સ ચૂકવ્યો છે અથવા તમારી થયેલી આવક પર કોઈ વ્યક્તિ-સંસ્થાએ ટેક્સ કાપ્યો છે તો એનો ઉલ્લેખ પણ ફોર્મ 26 ASમાં મળી જશે. આ નવું ફોર્મ 1 જૂન, 2020થી લાગુ થઈ ચૂક્યું છે.
નવું ફોર્મેટ
ફોર્મ 26 ASનું નવું ફોર્મેટ આવી ગયું છે. નવા ફોર્મેટમાં તમને તમારો આધાર કાર્ડ નંબર, જન્મની તારીખ, મોબાઇલ ફોન નંબર, ઈમેઇલ ID અને એડ્રેસ દેખાશે. આ વિગતો એક જૂન, 2020 સુધી કરવામાં આવેલી લેવડદેવડની હશે. જોકે આ વ્યવહારો ત્યારે દેખાશે જ્યારે નાણાં વર્ષ દરમ્યાન સમયમર્યાદા પાર કરી લીધી હશે.
પહેલી વાર મળશે આ માહિતી
નાણાકીય વર્ષ દરમ્યાન સરકારને ચૂકવવામાં આવેલા ટેક્સ અને વિવિધ આવક (સેલરી, વ્યાજ)ના સ્રોતો પર ટેક્સ કાપ સિવાય સંશોધિત ફોર્મમાં ખાસ નાણાકીય વ્યવહારોઝી જોડાયેલી માહિતી પણ હશે. આમાં શેરો, રિયલ એસ્ટેટ, વગેરેની ખરીદી અને વેચાણ, બેન્ક ડ્રાફ્ટની ખરીદી માટેના કેશ પેમેન્ટ, RBIના પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ (જેવા મોબાઇલ વોલેટ), કેશ ડિપોઝિટ ક્રેડિટ કાર્ડનાં બિલ પેમેન્ટ (કેશ અને અન્ય પ્રકારે-બંને) સામેલ છે.
ટેક્સ રિફંડની માહિતી પણ મળશે
ઇનકમ ટેક્સ ડિમાંડ અને રિફંડથી જોડાયેલી માહિતી પણ આમાંથી મળશે. એક વર્ષ માટે તમને ટેક્સ રિફંડ આપવામાં આવ્યું હશે અથવા તમારા નામ પર ટેક્સ ડિમાંડ બાકી છે? એની માહિતી તમને આપવામાં આવશે.
કાનૂની કાર્યવાહીની માહિતી પણ મળશે
ઇનકમ ટેક્સથી જોડાયેલી કાનૂની કાર્યવાહીની માહિતી પણ હવે ફોર્મ 26ASમાં આપવામાં આવશે. ઇનકમ ટેક્સની વેબસાઇટથી ફોર્મ 26 ASને ડાઉનલોર્ડ કરી શકાય.
નિષ્ણાતો કહે છે કે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તમારે ફોર્મ 26 AS, ફોર્મ 16 અને ફોર્મ 16A ધ્યાનથી ચેક કરવાની જરૂર છે. જો બધું યોગ્ય હોય તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો.
તમે ફોર્મ 26 ASને ટ્રેસેસની વેબસાઇટથી ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ 26 ASને ડાઉનલોડ કરવા માટે તમે ઇનકમ ટેક્સ ફાઇલિંગની વેબસાઇટ પર લોગ ઇન કરી શકો. માય એકાઉન્ટ સેક્શનમાં તમે વ્યુ ફોર્મ 26 AS (ટેક્સ ક્રેડિટ ટેબ પર ક્લિક કરો. ત્યાર બાદ તમે ટ્રેસેસની વેબસાઇટ પર પહોંચી જશો.
અહીં તમે એસેસમેન્ટ યર નાખ્યા પછી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. તમારો જન્મદિવસ ફોર્મ 26 AS ખોલવા માટે પાસવર્ડની જેમ ઉપયોગ થાય છે.