નોવાવેક્સની કોરોનાની રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરશે

નવી દિલ્હીઃ અમેરિકાસ્થિત બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સે કોવિડ-19ની રસી –કોવોવેક્સના ઉત્પાદન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની સાથે કરાર કર્યા છે. કંપનીના દાવા મુજબ એના નેનો પાર્ટિકલ પ્રોટિન આધારિત રસીએ ત્રીજા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 90.4 ટકા અસરકારક સાબિત થઈ છે.

અહેવાલ કહે છે કે ભારત સરકારેને ઓગસ્ટ-ડિસેમ્બર દરમ્યાન રસીના 20 કરોડ ડોઝ ઉપલબ્ધ થવાની સંભાવના છે. જોકે ભારતે આરસીને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવાની હજી બાકી છે. યુએસએફડીએ આ રસીને મંજૂરી આપશે, એ પછી ભારત આ રસીના ઉપયોગની મંજૂરી આપશે.

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે અને કંપની વૈશ્વિક સ્તરે રસીના ઉત્પાદન અને વેચાણનું કામ કરે છે. નોવાવેક્સે કહ્યું હતું કે SIIએ ઉત્પાદનોના લક્ષ્યને પહોંચી વળવા માટે મહત્ત્વની ભાગીદાર કંપની છે. જોકે કંપનીએ રસીનું કેટલું ઉત્પાદન થયું એ વિશે કોઈ ફોડ પાડ્યો નહોતો, પણ કંપનીએ પ્રતિ મહિને કોવાવેક્સના પાંચ કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે એની રસી NVX-CoV2373 મધ્યમ અને ગંભીર બીમારીથી 100 ટકા રક્ષણ કરશે. એની કુલ અસરકારકતા 90.4 ટકા છે. કંપનીએ અલગ-લગ વેરિયેન્ટ સામે નોંધપાત્ર અસરકારકતા બતાવી છે. નોવાવેક્સ  ગંભીર અને વૈશ્વિક જાહેર આરોગ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક પગલું દૂર છે અને NVX-CoV2373  બહુ અસરકારક છે અને મધ્યમ અને ગંભીર- કોરોનાના સંક્રમક સે સંપૂર્ણ રક્ષણ આપે છે, એમ કંપનીના પ્રેસિડેન્ટ અને CEO સ્ટેન્લી સી અર્કે જણાવ્યું હતું. કંપની અમેરિકાના આગામી વર્ષમાં 11 કરોડ ડોઢ આપશે અને વિકાસશીલ દેશોને કુલ 1.1 અબજ ડોઝ આપશે.