ભારતના લશ્કરી-પોલીસ વિભાગમાં નેપાળી-મહિલાઓને પણ નોકરી અપાશે

નવી દિલ્હીઃ ભારતીય લશ્કરમાં નેપાળી યુવાનોને ભરતી કરવાનું બંધ કરી દેવાની માગણી કરવામાં આવી છે ત્યારે ભારતીય લશ્કરે મિલિટરી પોલીસ વિભાગમાં નેપાળી મહિલાઓને ભરતી કરવાનું નક્કી કર્યું છે અને એ માટેની વેકેન્સીઓ ખુલ્લી મૂકી છે.

ભારતીય લશ્કરે કહ્યું છે કે યુવાનો માટે અવકાશ વધારવા માટે નેપાળી યુવકો અને યુવતીઓ, બંનેની ભરતી કરવાનું ચાલુ રાખવામાં આવશે. કાઠમંડુમાંની ભારતીય દૂતાવાસે આ જાહેરાત કરતું એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં જણાવાયું છે કે પાત્રતા ધરાવનાર નેપાળી મહિલાઓ ઓનલાઈન તેમની અરજીઓ મોકલી શકે છે.