પેન-આધાર લિન્ક નહીં કરાય તો પેન નિષ્ક્રિય થશે

નવી દિલ્હીઃ જો તમને અસમંજસ છે કે તમારા પેન-આધાર લિન્ક છે કે નહીં તો એના માટે તમારે હેરાન થવાની જરૂર નથી. તમે ઘેરબેઠાં સરળતાથી એ ચેક કરી શકો છો. 30 જૂન સુધી તમે તમારા આધારને પેનથી લિન્ક નહીં કર્યું તો તમારું પેન કાર્ડ બેકાર થઈ જશે. એટલે ફટાફટ એને લિન્ક કરાવી લો. તમે SMS અથવા ફરી સત્તાવાર વેબસાઇટ દ્વારા એને લિન્ક કરાવી શકો છો. આવો તમને જણાવીએ સંપૂર્ણ પ્રક્રિયા- SMS મોકલીને પેનને આધાર લિન્ક કરવાનો પ્રકાર.

એ માટે તમારે ફોન પર ટાઇપ કરવું પડશે- UIDPAN એ પછી 12 આંકનો આધાર નંબર લખો અને પછી 10 અંકોનો પેન નંબર લખો. હવે સ્ટેપમાં બતાવ્યા ગયેલા મેસેજમાં 567678 અથવા 56161 પર મોકલી દો.

રૂ. 1000નો દંડ લાગશે

જો 30 જૂન સુધી તમે આધારને પેનથી લિન્ક નહીં કરાવ્યું તો તમને રૂ. 1000નો દંડ આપવો પડશે. એ આવકવેરા કાયદા 1961માં ઉમેરાયેલી કલમ 234 Hને કારણ થયું છે, જેને સરકારે 23 માર્ચે લોકસભામાં પસાર નાણાં વિધેયક 2021 અંતર્ગત પાસ કરાવ્યું છે. દંડ સિવાય તમારું પેન કાર્ડ પણ નિષ્ક્રિય પણ થઈ જશે.

જો તમે છેલ્લી તારીખ સુધી પેનને લિન્ક નહીં કરાવ્યું તો તમારો પેન નંબર નિષ્ક્રિય થઈ જશે એટલે કે 30 જૂન પછી નાણાકીય લેવડદેવડમાં પેનનો ઉપયોગ નહીં થઈ શકે. વિના પેન કાર્ડ તમે બેન્કિંગ લેવડદેવડ, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ ખાતા ખોલવા, નવા બેન્ક ખાતા ખોલવા જેવા કામ નહીં કરી શકો.