એરટેલે ગુરુગ્રામમાં શરૂ કરી 5G-ટ્રાયલ; નેક્સ્ટ મુંબઈ

ગુરુગ્રામઃ ભારતમાં ગ્રાહકોને વધારે સારી ઈન્ટરનેટ સ્પીડ આપી શકાય એ માટે ટેલિકોમ કંપનીઓ 5G ટેક્નોલોજીની અજમાયશો કરી રહી છે. આ સેવાની ટ્રાયલ શરૂ કરાયાના કોઈ સત્તાવાર સમાચાર નથી, પરંતુ એરટેલ અને રિલાયન્સ જિયોને 5G સેવાઓના પરીક્ષણ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હોવાનું કહેવાય છે.

એરટેલે હરિયાણા રાજ્યના ગુરુગ્રામમાં 5G ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ ટ્રાયલમાં 1GB/સેકંડની સ્પીડ જોવા મળી હતી. કંપનીનો દાવો છે કે એક મિનિટથી પણ ઓછા સમયમાં આખી HD મૂવી ડાઉનલોડ થઈ જશે. એરટેલની ટ્રાયલ 3500MHz બેન્ડ પર સંચાલિત છે. હાલ આ ટ્રાયલ ગુરુગ્રામ સાઈબર હબમાં કરવામાં આવી રહ્યું છે અને આ માટે એરટેલે સ્વિડનની એરિક્સન કંપની સાથે ભાગીદારી કરી છે. કંપની ટૂંક સમયમાં મુંબઈમાં પણ આ ટ્રાયલ હાથ ધરવા માગે છે. ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનાર પ્લેટફોર્મ ઉકલાના જણાવ્યા મુજબ, દુનિયામાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ભારતનો નંબર 130મો છે. અહીં 4G મોબાઈલ નેટવર્ક પર મહત્તમ ડાઉનલોડ સ્પીડ 12.81 Mbps મળે છે અને અપલોડ સ્પીડ 4.79 Mbpsની હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]