નવી દિલ્હીઃ ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને કોવેક્સિન વિકસિત કરી છે. કંપનીને કેન્દ્ર સરકાર દ્વારા કોવેક્સિનના 55 લાખ ડોઝનો ખરીદવાનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ એલાન કર્યું હતું કે જો ડોઝ લાગ્યા પછી કોઈને ગંભીર આડઅસર થઈ તો એના માટે કંપની વળતર આપશે.
કોરોના રસી લેવાવાળા દ્વારા સ્વ-હસ્તાક્ષરમાં એક સહમતી અનુસાર કોઈ પણ પ્રતિકૂળ ગંભીર પ્રતિકૂળ ઘટનાના મામલે સરકાર દ્વારા નિર્દિષ્ટ અને અધિકૃત કેન્દ્રો અને હોસ્પિટલોમાં મેડિકલ રૂપે માન્યતા પ્રાપ્ત માપદંડો હેઠળ સારવારની સુવિધા પ્રદાન કરવામાં આવશે. જો આડઅસરનો સંબંધ રસીથી હશે તો એના માટે વળતર કંપની કરશે.
પહેલા અને બીજા તબક્કામાં ટ્રાયલોમાં ભારત બાયોટેકની કોવેક્સિને કોવિડ-19ની સામે એન્ટિડોટ પેદા કરવાની ક્ષમતા છે. જોકે કોવેક્સિનની ચિકિત્સકીય અસરકારકતાનું નિર્ધારણ કરવાનું હજી બાકી છે .
આ ફોર્મમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનનો ડોઝ લગાવવાનો અર્થ એ નથી કે એના પછી કોવિડ-19થી બચાવ માટે નિર્ધારિત અન્ય માપદંડોનું પાલન કરવાનું બંધ કરવામાં આવે. એની સાથે રસી લેનારાને એક ફેક્ટશીટ પણ આપવામાં આવ્યું હતું અને એક ફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં પીડિતે પ્રતિકૂળ અસર સામે આવ્યાના સાત દિવસમાં જમા કરાવવાનું રહેશે.
