સુપ્રીમે નોટબંધીનો નિર્ણય યોગ્ય ગણાવ્યોઃ બધી અરજીઓ ફગાવી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવેમ્બર, 2016એ રૂ. 500 અને રૂ.1000ની કરન્સી નોટો પર લગાવેલા પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પડકારતી અરજીઓને રદ કરીને સુપ્રીમ કોર્ટે નોટબંધીને કાયદેસર ગણાવી હતી. સરકારના આ પગલાએ રાતોરાત રૂ. 10 લાખ કરોડના સર્ક્યુલેશનથી પર લીધી હતી. જસ્ટિસ એસ. એ. નઝીરની અધ્યક્ષતાવાળી પાંચ જસ્ટિસોની બંધારણીય બેન્ચે આ મામલે પર ચુકાદો આપ્યો હતો. કોર્ટેના આ ચુકાદાથી કેન્દ્રને મોટી રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આર્થિક નિર્ણયને ફેરવી શકાય નહીં. સરકાર અને RBIની વચ્ચે છ મહિના સુધી વાતચીત થઈ હતી. આ સાથે કોર્ટે બધી 58 અરજીઓને ફગાવી દીધી હતી. નોટબંધીના નિર્ણયમાં કોઈ ત્રુટિ નથી. કોર્ટે કહ્યું હતું કે રેકોર્ડની તપાસ કર્યા પછી અમને માલૂમ પડ્યું હતું કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં એટલા માટે ત્રુટિ ના હોઈ શકે, કેમ કે એ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે અને અમે માન્યું છે કે ટર્મ ભલામણને કાયદેસરની યોજના સમજવી જોઈએ. આ કોર્ટની બંધારણીય બેન્ચે 4:1ના બહુમતથી ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણયથી માત્ર જસ્ટિસ બી. વી. નાગરત્નાએ અસહમતી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે નોટબંધીની પ્રક્રિયા નહોતી કરવી જોઈતી.

જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી પાંચ જસ્ટિસોની બંધારણી બેન્ચે અરજીકર્તાઓ અને રિઝર્વ બેન્કની વિસ્તૃત દલીલો સાંભળ્યા પછી સાત ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.