કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઃ CBIને વધુ સમય

નવી દિલ્હીઃ કોલકાતા રેપ-મર્ડર કેસને એક મહિના પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે CBIને એક સપ્તાહનો સમય આપ્યો છે.

આ કેસમાં પશ્ચિમ બંગાળ સરકારે પોતાની સ્થિતિનો રિપોર્ટ આપ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોને પહોંચવાને લઈને આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગનો રિપોર્ટ પણ કોર્ટમાં આપવામાં આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકાર વતી કબિલ સિબ્બલે કહ્યું હતું કે ડોક્ટરોની હડતાળને કારણે 23 લોકોનાં મોત થયાં છે.આ કેસની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે પ્રિન્સિપલનું ઘર કોલેજથી કેટલી દૂર છે. એના પર સોલિસિટર જનરલે જવાબ આપ્યો હતો કે મેડિકલ કોલેજ 15થી 20 કિલોમીટર દૂર છે.

બીજી બાજુ, આ કેસમાં પીડિતાનાં માતાપિતાએ કહ્યું હતું કે આ કેસમાં પોલીસ ગુનાને છુપાવવાના પ્રયાસ કર્યા છે. પીડિતાનાં માતાએ કહ્યું હતું કે અમને ન્યાય સરળતાથી નથી મળવાનો, બલકે અમારે એને ઝૂંટવવો પડશે અને એ બધાની મદદ વગર સંભવ નથી.આ સાથે રવિવારે કોલકાતા રેપ મર્ડર કેસમાં ન્યાયની માગ કરતા હજ્જારો લોકોએ માર્ચ કાઢી હતી અને પીડિતાનાં માતાપિતા પણ એમાં સામેલ થયાં હતાં. પીડિતાનાં માતાએ કોલકાતા પોલીસ મદદ નહીં કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પોલીસે પ્રારંભમાં અમારો સહયોગ નહોતો કર્યો. જો તેઓ થોડો પણ સહયોગ કર્યો હોત તો અમને આશા રહેત, પણ પોલીસે જઘન્ય અપરાધને છુપાવવાના પ્રયાસ કર્યા અને પુરાવાની સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી.