નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટથી દિલ્હી સરકારને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે MCDમાં એલ્ડરમેન નિયુક્ત કરવા માટે LGને મંત્રીઓથી સલાહ લેવાની કોઈ જરૂર નથી. કોર્ટનો ચુકાદો સ્પષ્ટ કહે છે કે એલ્ડરમેન નિયુક્ત કરવા માટે LG સંપૂર્ણ સ્વતંત્ર છે.
MCDમાં એલ્ડરમેન નિયુક્તિ મામલામાં કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે 10 એલ્ડરમેન નિયુક્ત કરવાનો અધિકાર LGની પાસે છે. 14 મહિનાથી વધુ સમયથી આ ચુકાદો લટકેલો હતો. એની અસર MCDના કામ પર જોઈ શકાતો હતો., જસ્ટિસે આ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે LGને આ પાવર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટથી મળેલા છે. આવામાં તેમને દિલ્હી સરકારથી સલાહ લેવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે LGએ 10 એલ્ડરમેનની નિયુક્તિ કરી હતી. આમ આદમી પાર્ટી સરકારનો આરોપ હતો કે એ બધા નેતાઓ ભાજપતરફી છે. આવામાં MCD ચૂંટણીમાં હાર પછી પણ સત્તા હાંસલ કરવામાં કાવતરું થઈ રહ્યું છે. દિલ્હી સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે છેલ્લાં 30 વર્ષોથી એલ્ડરમેનને દિલ્હી સરકાર નિયુક્ત કરે છે, LG માત્ર સલાહકારની ભૂમિકામાં હતા. સૌપ્રથમ વાર LGએ એલ્ડરમેન નિયુક્ત કર્યા છે, જે નિયમ વિરુદ્ધ છે.
એની વિરુદ્ધ LGના વકીલનું કહેવું હતું કે કોઈ વ્યવસ્થા 30 વર્ષથી ચાલી આવી રહી છે એનો અર્થ એ નથી કે એ વ્યવસ્થા ઠીક છે.
