તિહારમાં સુકેશ ચંદ્રશેખરનો દબદબોઃ જેલમાં લાંચનો ખેલ  

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં આલીશાન જિંદગી જીવતો હતો. જેલમાં તેનો એક સરસ રૂમ હતો, જેમાં બધી સુખસુવિધા હતી. તેની બેરેકમાં એક પ્લે સ્ટેશન પણ હતું અને AC પણ લાગ્યું હતું. ફ્રિજ, મીઠાઈઓ, ફોન અને એશોઆરામની બધી ચીજવસ્તુઓ હતી. જે સાબિત કરી રહી હતી, જે સાબિત કરી રહી હતી કે જેલમાં તેનો જલવો હતો. વર્ષ 2018ના એપ્રિલ-મે દરમ્યાન જે બધી ચાર મહિલાઓએ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. તેમણે સુકેશનું રાજ ખોલ્યું હતું. જો આ સાચું હોય તો તિહાર જેલના વહીવટી તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

સુકેશ ચંદ્રશેખર રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બહુ ખરાબ રીતે ફસાયેલો છે. પોલીસે તેની સામે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. ચાર અન્ય મહિલાઓનાં નિવેદન પોલીસે ચાર્જશીટમાં સામેલ કરી છે. પોલીસની સામે સુકેશની મિત્ર પિન્કી ઇરાની અને અન્ય ત્રણ મહિલાઓએ જે કહ્યું એ પોલીસ માટે હેરાન કરનારું હતું. જોકે સુકેશના વકીલે આ બધા આરોપોનું ખંડન કર્યું હતું. 

સુકેશની સામે દિલ્હી, મુંબઈ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં એની સામે 32 કેસો નોંધાયેલા છે. એ અનેક ફિલ્મ એક્ટ્રેસિસને જાળમાં ફસાવી ચૂક્યો છે. નોરા ફતેહી અને જેકલિન ફર્નાન્ડિઝ જેવી એક્ટ્રેસિસ પણ તેની જાળમાં ફસાવી ચૂક્યો છે. ઉદ્યોગપતિ શિવિંદર સિંહનાં પત્ની અદિતિ સિંહની પાસેથી તે વસૂલી કરી હતી. જે રીતે આરોપ સુકેશ ચંદ્રશેખર પર લાગી રહ્યા છે, એથી સ્પષ્ટ છે કે જેલમાં એનો દબદબો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]