કશ્મીરમાં તોફાનીઓએ ઈમરાન હાશ્મી પર પથ્થર ફેંક્યા

શ્રીનગરઃ બોલીવુડ અભિનેતા ઈમરાન હાશ્મી પર કશ્મીરમાં અમુક તોફાની તત્ત્વોએ હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. હાશ્મી હાલ પહલગામમાં એની એક નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. એ બાજુની માર્કેટમાં ફરતો હતો ત્યારે એની પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.

આ મામલે પહલગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઈમરાન હાશ્મી છેલ્લા કેટલાક દિવસોથી કશ્મીરમાં એની નવી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું શૂટિંગ કરી રહ્યો છે.