બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં અંતિમસંસ્કાર

96 વર્ષની વયે નિધન પામેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયની 19 સપ્ટેમ્બર, સોમવારે લંડનના વિન્ડસર કેસલમાં સેન્ટ જ્યોર્જિસ ચેપલના શાહી કબ્રસ્તાનમાં શાહી પ્રથા અનુસાર અને સંપૂર્ણ શાસકીય સમ્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી. અંતિમયાત્રા અને અંતિમવિધિમાં દુનિયાભરનાં અનેક ટોચનાં નેતાઓ સામેલ થયાં હતાં. અંતિમયાત્રાની આગેવાની રાણી એલિઝાબેથનાં મોટા પુત્ર કિંગ ચાર્લ્સે લીધી હતી. અંતિમયાત્રામાં ચાર્લ્સના ભાઈઓ – પ્રિન્સ એન્ડ્ર્યુ, પ્રિન્સ એડવર્ડ, બહેન પ્રિન્સેસ એન, પોતાના બે પુત્ર – પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી પણ સામેલ હતાં.