હવાઈ દળની ‘સૂર્યકિરણ’ ટીમના જવાનો દ્વારા દિલધડક એર-શો…

ભારતીય હવાઈ દળની એરોબેટિક્સ ટીમ ‘સૂર્યકિરણ’ના જવાનોએ 16 સપ્ટેમ્બર, શુક્રવારે ઓડિશાના ભૂવનેશ્વરમાં કુઆખાઈ નદીના પટ પરના આકાશમાં દિલધડક કરતબનું સાહસ-પ્રદર્શન કર્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની દ્વારા નિર્મિત નવ હૉક-132 વિમાનોના પાઈલટ જવાનોને બે જૂથમાં વહેંચી દેવામાં આવ્યા હતા, જેમણે આકાશમાં વિમાનોના શ્રેણીબદ્ધ લૂપ્સ, બેરલ રોલ્સ જેવા કરતબ કર્યા હતા. કટક અને ભૂવનેશ્વરના ટ્વિન-શહેરોનાં હજારો લોકોએ આ શો નિહાળ્યો હતો.

દેશની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના અવસરે શરૂ કરાયેલી દેશવ્યાપી ઝુંબેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશભરમાં અનેક સ્થળે આવા એર-શો યોજવામાં આવી રહ્યા છે. પહેલો શૉ ભૂવનેશ્વરમાં યોજવામાં આવ્યો હતો.

દેશના યુવાનોને ભારતીય હવાઈ દળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા પૂરી પાડવા માટે આવા શો યોજવામાં આવી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]