લોકડાઉન માટે રાજ્યોએ કેન્દ્રની પરવાનગી લેવી પડશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યોને કોરોના વાઇરસના કેસો અટકાવવા માટે અસરકારક પગલાં લેવા માટે કહ્યું છે અને સૂચન કર્યું છે કે રાજ્યો કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોને સખતાઈથી નિયમોનું પાલન કરાવે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારે અને કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે આવશ્યક પગલાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરેલા દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય કેન્દ્ર સાથે વિચારવિમર્શ કર્યા વગર સ્થાનિક લોકડાઉન નહીં કરી શકે, પણ રાત્રિ કરફ્યુ જેવા પ્રતિબંધ લાગુ કરી શકે છે.

આ દિશા-નિર્દેશ પહેલી ડિસેમ્બરથી અમલમાં આવશે. મંત્રાલયનું ધ્યાન માસ્ક પહેરવો, સામાજિક અંતર જેવા નિયમોને સખતાઈથી લાગુ કરવાનો આગ્રહ કર્યો અને સ્થાનિક અને સાપ્તાહિક બજારો માટે નિયમો જાહેર કરશે, એમ કહ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક કામગીરીને મંજૂરી આપવામાં આવે. આ ઝોન્સમાંથી લોકોને બહાર ના નીકળવા  દેવામાં આવે અને માત્ર મેડિકલ ઇમર્જન્સીમાં તેમ જ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા મળી રહે એનું ધ્યાન રાખવામાં આવે, એમ ગાઇડલાઇન્સ કહે છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે સ્થાનિક સ્તરે નિયંત્રણો લાદી શકે છે. જોકે વ્યક્તિઓ અને માલસામાનના આંતરરાજ્ય પરિવહન પ્રતિબંધિત નહીં હોય. જે શહેરોમાં સાપ્તાહિક ધોરણે પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે –સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓફિસોમાં કામ કરતા કર્મચીઓની સંખ્યા ઘટાડવા પર અસરકારક પગલાં લેવા માટે વિચાર કરવો જોઈએ, જેથી કર્મચારીઓ ઓફિસ આવી શકે અને એ જ સમયે સામાજિક અંતર પણ જાળવી શકે, એમ મંત્રાલયે કહ્યું હતું. ગૃહ મંત્રાલયથી આ ગાઇડલાઇન એક ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 સુધીના સમય માટે જારી કરવામાં આવી છે.