જશપુરઃ દેશમાં હાલમાં જ હજી લખમીપુર ખીરી હિંસામાં કાર કચડવાનો મામલો શમ્યો નથી. ત્યાં એવી જ એક બીજી ઘટના છત્તીસગઢના જશપુર કારથી કચડવાનો મામલો સામે આવ્યો છે. દશેરાના દિવસે દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા પર તેજ ઝડપી સ્કોર્પિયો કાર ફરી વળી હતી. પત્થલગાવમાં દશેરામાં મૂર્તિ વિસર્જન વખતે 40-50 લોકો જઈ રહ્યા હતા, ત્યારે આ મોટી દુર્ઘટના બની હતી.
રાયગઢ રોડ પર એક ગેરકાયદે ગાંજા ભરેલી તેજ ઝડપી કારે કમસે કમ 20 લોકોને કચડ્યા હતા. આ ઘટના પછી શહેરમાં આક્રોશ છે. લોકોએ શહેરને બંધ કરી દીધું છે. આ કારથી કચડવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે પત્થલગાવ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થયું છે. બાકીના ઘાયલોની સારવાર જારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જે કારે અનેક લોકોને કચડ્યા હતા, એ કારમાં ભારે માત્રામાં ગાંજો હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં આ વિસ્તારમાં ભારેલો અગ્નિ છે. આ દુર્ઘટનાથી ગુસ્સે થયેલા લોકોએ કારનો પીછો કરીને આરોપીઓને પકડી લીધો હતો. આ ઘટનાસ્થળ પર ટેન્શન પ્રવર્તી રહ્યું છે. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ શાંત પાડવા પહોંચી છે. આ દુર્ઘટના પછી મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ કારને આગ લગાડી દીધી હતી. આ કારના ડ્રાઇવર આરોપીની લોકોએ મારપીટ કરી હતી. SDOPએ કહ્યું હતું કે આ મામલાની તપાસ થઈ રહી છે.