નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવતાં નોટિસ જારી કરી છે. કોર્ટે બેન્કે સવાલ કર્યો છે કે બોન્ક નંબરોનો ખુલાસો કેમ નથી કર્યો? બેન્કે આલ્ફા ન્યુમરિક નંબર કેમ નથી જણાવ્યા? કોર્ટના આદેશને સીલ કવરમાં રાખવામાં આવેલો ડેટા ચૂંટણી પંચને આપવામાં આવે, કેમ કે એ ડેટાને અપલોડ કરવાનો છે. કોર્ટે કહ્યું છે કે બોન્ડ ખરીદવા અને રિડમ્પશનની તારીખ જણાવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ECમાં અપલોડ કરવા માટે ડેટા જરૂરી છે. કોર્ટનું કહેવું છે કે બોન્ડ નંબરોથી માલૂમ પડશે કે દાનદાતાએ કઈ પાર્ટીને દાન આપ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે -18 માર્ચે થશે. પહેલાં આ મામલે આજે જ સુનાવણી થવાની હતી અને એની લાઇન સ્ટ્રિમિંગ પણ થવાની હતી, પરંતુ હવે સોમવારે આ મામલાની સુનાવણી થશે.
SBI અને ચૂંટણી પંચે કોર્ટમાં બધા દસ્તાવેજ રજૂ કર્યા હતા. ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડ મામલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી પ્રાપ્ત થયેલો ડેટા વેબસાઇટ પર અપલોડ કરી દીધો હતો.ચૂંટણી પંચની વેબસાઇટમાં 763 પાનાંના બે લિસ્ટમાં રાજકીય પાર્ટીઓને મળેલા બોન્ડની વિગતો છે. ચૂંટણી પંચની વેબસાઇટમાં અપલોડ કરવામાં આવેલી ત્રણ મૂલ્ય વર્ગના બોન્ડની ખરીદીથી જોડાયેલી છે.
ચૂંટણી બોન્ડ રૂ. એક લાખ, રૂ. 10 લાખ અને રૂ. એક કરોડનાં ખરીદવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે 15 ફેબ્રુઆરીએ ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કોર્ટે SBIને મંગળવાર સાંજ સુધી ચૂંટણી બોન્ડનો પૂરો ડેટા સોંપવા માટે કહ્યું હતું.