નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે આવતી 1 જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડથી ભારત પાછા ફરનાર તમામ પ્રવાસીઓ માટે કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત રહેશે.
માંડવિયાએ ટ્વિટરના માધ્યમથી એમ પણ જણાવ્યું છે કે એવા તમામ પ્રવાસીઓએ ભારત આવવા માટે પ્રવાસ શરૂ કરતા પહેલાં એર સુવિધા પોર્ટલ પર એમના ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવા પડશે.
