EDએ DMK MPની વિરુદ્ધ ફટકાર્યો રૂ. 908 કરોડનો દંડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) DMK સાંસદ એસ જગતારચકનની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ સાંસદ અને તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ વિદેશી કરન્સીના નિયમોના ઉલ્લંઘનથી સંબંધિત કેસમાં રૂ. 908 કરોડનો દંડ ફટકાર્યો છે.

એજન્સીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સપ્ટેમ્બર, 2020માં જપ્ત કરવામાં આવેલી રૂ. 89.19 કરોડની સંપત્તિને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના આદેશ પછી જપ્ત કરી લેવામાં આવ્યા છે. એ આદેશ ફેમાએ 26 ઓગસ્ટે જારી કર્યો હતો. 76 વર્ષીય એસ જગતારચકન તામિલનાડુની અરાક્કોનમ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંપત્તિઓની કિંમત રૂ. 89.19 કરોડ છે. અને સાંસદ અને પરિવાર પર રૂ. 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એજન્સીએ જણાવ્યું હતું કે સાંસદ, તામિલનાડુના બિઝનેસમેન , તેમના પરિવાર અને અન્ય સંબંધિત ભારતીય એકમ વિરુદ્ધ ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસની તપાસના પરિણામસ્વરૂપ 11 સપ્ટેમ્બર, 2020એ ફેમા હેઠળ જપ્તીના આદેશ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં સાંસદ અને તેમના પરિવારની વિરુદ્ધ સભ્યોનાં નામ પર મુવેબલ અને ઇમમુવેબલ સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.