કોરોના-રસીઃ 18-44 વયજૂથનાં લોકો માટે CoWIN-રજિસ્ટ્રેશન ફરજિયાત

નવી દિલ્હીઃ આવતી 1 મેથી 18-45 વર્ષની વચ્ચેની વયનાં લોકો માટે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લેવા માટે CoWIN વેબ પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર એમનું નામ નોંધાવવું ફરજિયાત રહેશે. એમને માટે કોઈ કોવિડ-વેક્સિનેશન સેન્ટરમાં જઈને ઓન-સાઈટ રસી મેળવવાની સુવિધા નહીં હોય. જોકે 45 કે તેથી વધારે વર્ષની વયનાં લોકો માટે સીધા કોવિડ-વેક્સિનેશન સેન્ટરમાં જઈને પણ રસી મેળવવાની સુવિધા ચાલુ રહેશે. આવતી 28 એપ્રિલથી http://cowin.gov.in પર નોંધણી કરાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસ ખૂબ વધી જતાં કેન્દ્ર સરકારે 1-મેથી 18 વર્ષથી ઉપરનાં લોકોને પણ મફતમાં રસી આપવાનું નક્કી કર્યું છે. આમ આ સાથે, દેશમાં તમામ પુખ્ત વયનાં લોકોને મફતમાં કોરોના રસી લેવા માટે આવરી લેવામાં આવશે.