બાબુલ સુપ્રિયો ફરી કોરોનાગ્રસ્ત; મતદાનથી વંચિત રહેશે

કોલકાતાઃ કેન્દ્રીય પ્રધાન અને પશ્ચિમ બંગાળના આસનસોલ લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય બાબુલ સુપ્રિયો બીજી વાર કોરોના પોઝિટીવ થયા છે. એમની સાથે એમના પત્ની રચના શર્મા પણ કોરોના સંક્રમિત થયાં છે. આ જાણકારી ખુદ સુપ્રિયોએ ટ્વીટ કરીને આપી છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી સુપ્રિયો બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી નહીં શકે. બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. મતદાનના છ તબક્કા પૂરા થઈ ગયા છે. આવતીકાલે, સોમવારે સાતમા તબક્કામાં 36 બેઠકો માટે મતદાન થશે. 8મા અને આખરી તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. ત્યારબાદ બીજી મેએ મતગણતરી થશે અને પરિણામ જાહેર કરાશે.

સુપ્રિયોએ પોતે જ ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘બહુ જ દુઃખદ બાબત છે કે હું આસનસોલમાં મતદાન કરી નહીં શકું.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]