રાવણના પૂતળાએ લોકો પર ચલાવ્યાં અગ્નિબાણ, જુઓ વિડિયો

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર સ્થિત રાજકીય ઇન્ટર કોલેજ મેદાનમાં દશેરાએ એક રાવણના પૂતળાએ પૂતળાદહનના કાર્યક્રમમાં ત્યાં હાજર લોકો પર અગ્નિબાણ ચલાવ્યાં હતાં. આ ઘટનાથી જોડાયેલો એક વિડિયો સોશિયલ મિડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ વાઇરલ વિડિયોમાં રાવણના સળગતા પૂતળામાંથી રોકેટ નીકળી રહ્યા છે, જે આ કાર્યક્રમ જોવા આવેલા લોકો પર વરસી રહ્યા છે. આ કાર્યક્રમમાં તહેનાત પોલીસ કર્મચારીઓ પણ ખુદ આ રોકેટથી ખુદને બચાવી રહ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ નથી થઈ.

આ જ જગ્યાએ રાવણ દહન માટે જમા થયેલી ભીડની વચ્ચે અચાનક એક સાંઢ પણ ઘૂસી ગયો હતો, જેથી અફરાતફરીનો માહોલ હતો. જોકે પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે મહેનતથી આ આવારા સાંઢને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો. જે પછી સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા હતા. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

દશેરા એક વાર્ષિક ઉત્સવ છે, જે બૂરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. દશેરાએ જ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. એટલે જ પ્રતિ વર્ષ દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંઓનું દહન કરીને આ ઉત્સવ ધામધૂમથી ઊજવવામાં આવે છે.