અયોધ્યાઃ અહીં રામમંદિરના બાંધકામ માટે હિન્દુ લોકો પાસેથી દાન એકત્ર કરી રહેલી સંસ્થા શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના સભ્યોએ દાતાઓ જોગ નમ્ર વિનંતી બહાર પાડી છે અને કહ્યું છે કે તેઓ હવે દાનમાં ચાંદીની ઈંટો ન મોકલે, કારણ કે બેન્ક લોકર્સમાં એ રાખવાની હવે જગ્યા નથી. અત્યાર સુધીમાં દાનમાં ચાંદીની 400 કિલોગ્રામથી વધારે ચાંદીની ઈંટો મળી છે.
ટ્રસ્ટમાં ડો. અનિલ મિશ્રા નામના એક સભ્યને એક અહેવાલમાં એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે રામમંદિર બાંધવા માટે ઉપયોગમાં લઈ શકાય એ માટે દેશભરમાંથી લોકો ચાંદીની ઈંટો દાનમાં મોકલી રહ્યા છે. હવે અમારી પાસે એવી ઘણી બધી ઈંટ ભેગી થઈ ગઈ છે અને એ બધીનો સુરક્ષિત રીતે કેવી રીતે સંગ્રહ કરવો એ પ્રશ્ન થઈ ગયો છે.