PM વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્યસભાના સુરક્ષા અધિકારીને પદચ્યુત કરાયો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે સોશિયલ મિડિયામાં અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના એક સુરક્ષા અધિકારીની સામે કાર્યવાહી કરતા તેન પદચ્યુત કરવામાં આવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં રાજ્યસભાના ઉપનિર્દેશક (સુરક્ષા) ઉરજુલ હસનને રાજકીય તટસ્થતા નહીં રાખવા બદલ અને નિયમોનું પાલન નહીં કરવા બદલ પદચ્યુત કરવામાં આવ્યો હતો. હસન સામે આ મામલે નોંધાયેલી ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ પછી તેને નિલંબિત કરવામાં આવ્યો હતો.

 હસનની સામે રાજકીય ગતિવિધિઓથી સંકળાયેલી કેટલીક પોસ્ટ સોશિયલ મિડિયામાં ફરતી પર કરવાનો આરોપ છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નિયમો હેઠળ કાર્યવાહી કરતમાં હસનને પાંચ વર્ષ માટે નિમ્ન શ્રેણી (લોઅર ગ્રેડ)ના સુરક્ષા અધિકારી તરીકે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમયગાળામાં તેને પગારમાં વાર્ષિક વધારાના લાભથી વંચિત રહેવું પડશે.

હસને વડા પ્રધાન સિવાય કેટલાક કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોના મુખ્ય પ્રધાનોની સામે સોશિયલ મિડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. આ મામલામાં હસનની સામે રાઝ્યસભા સેવા નિયમ 1957 અને કેન્દ્રીય લોક સેવા (આચરણ) નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.