રેલવે પ્રીમિયમ ટ્રેનોમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે લગાવશે અલગ કોચ

નવી દિલ્હીઃ જલદી જ શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં રેલવે દ્વારા મહિલાઓ અને વિકલાંગો માટે અલગ કોચ લગાવવામાં આવશે. આ નિર્ણય કરવા પાછળ એક ખાસ કારણ છે, હકીકતમાં રેલવે આ ટ્રેનોમાં એક અપગ્રેડેડ પાવર કાર જોડવા જઈ રહ્યું છે. અત્યારે તમામ ટ્રેનોમાં બે પાવર કાર લાગે છે, જેને હટાવીને એક અપગ્રેડેડ પાવર કાર લગાવવામાં આવશે, જેનાથી એક ડબ્બા માટે જગ્યા બની જશે. રેલવે આ જગ્યા પર મહિલાઓ અને દિવ્યાંગો માટે કોચ લગાવશે.

આ પ્રીમિયમ ટ્રેનોમાં બે પાવર કાર લાગે છે, આનાથી આખી ટ્રેનમાં વીજળી પહોંચાડી શકાય છે. આ કોચ લિંક હોફમાન બોશ કંપની બનાવે છે. ટ્રેનોમાં સપ્લાય માટે એક કોચ હોય છે, બીજો કોચ બેકઅપ તરીકે લગાવવામાં આવે છે.

પરંતુ અપગ્રેડેડ પાવર કારમાં બેકઅપને ફૂટબોર્ડ નીચે લગાવવામાં આવશે, એટલા માટે બીજા કારની જરુર નહીં પડે.