રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: ભાજપે જાહેર કરી 31 ઉમેદવારોની બીજી યાદી

જયપુર- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 31 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં 15 ધારાસભ્યો અને 3 પ્રધાનોની ટિકિટ કાપી તેના સ્થાને નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.પ્રથમ યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલા વર્તમાન આરોગ્ય પ્રધાન કાલીચરણ શરાફ અને ઝોટવાડાના ધારાસભ્ય અને ઉદ્યોગ પ્રધાન રાજપાલસિંહ શેખાવતને બીજી યાદીમાં સ્થઆન આપવામાં આવ્યું છે. પરંતુ ચુરુ જિલ્લાની રતનગઢ બેઠકના ધારાસભ્ય રાજકુમાર રિણવાની ટિકિટ કપાઇ ગઇ છે. ઉપરાંત કેશોરાયપાટનથી ધારાસભ્ય બાબુલાલ વર્માને પણ ટિકિટ આપવામાં નથી આવી.

ખાસ બાબત એ છે કે, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોની બીજી યાદીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. વસુંધરા રાજે સરકારના ખાસ મનાતા અને રાજ્ય સરકારમાં બીજા નંબરના મહત્વના ગણાતા યૂનુસ ખાનનું નામ પણ ડિંડવાના બેઠક ઉપર હજી નક્કી માનવામાં નથી આવી રહ્યું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપે 131 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ત્યાર બાદ ટિકિટ કપાવાથી નારાજ પ્રધાન સુરેન્દ્ર ગોયલે પાર્ટીને બરબાદ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત નાગોરથી ભાજપના ધારાસભ્ય હબીબબુર્રહેમાન કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. દોસાથી ભાજપના સાંસદ હરીશ મીણા પણ કોંગ્રેસમાં સામેલ થઇ ચૂક્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]