રેલવેપ્રધાને ‘રેલવે માટે સ્ટાર્ટઅપ્સ’ યોજના લોન્ચ કરી

નવી દિલ્હીઃ મોદી સરકાર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય રેલવેએ સ્ટાર્ટઅપ અને અન્ય કંપનીઓની ભાગીદારીના માધ્યમથી સંશોધન (ઇન્નોવેશન)માં એક પહેલ કરી છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલવે ભવનમાં રેલવે માટે સ્ટાર્ટઅપની નીતિનો શુભારંભ કર્યો હતો.

આ નીતિ રેલવેની ઓપરેશન, મેઇનટેનન્સ અને માળખાને ભાગીદારી થકી વિકસાવવા માટે એક મોટા પરિવર્તન થકી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ કાર્યક્રમમાં બોલતાં રેલવેપ્રધાને કહ્યું હતું કે આ પહેલથી ભારતીય રેલવેના ટેક્નોલોજી સાથે જોડાણથી રેલવેનું એક કંપની સ્વરૂપ જોવા મળશે. તેમણે કહ્યું હતું કે આ પહેલથી સ્ટાર્ટઅપને રેલવે સાથે જોડાવાની તક મળશે. વળી, વિવિધ ડિવિઝનોમાંથી મળેલાં 100 સ્ટેટમેન્ટ્સ- જેવા કે ફીલ્ડ ઓફિસ રેલવેના ઝોન, રેલવે ફ્રેક્ચર જેવી 11 સમસ્યાઓ અને હેડવે રિડક્શન વગેરેને એક તબક્કાના પ્રોગ્રામમાં લેવામાં આવ્યો હતો.  

રેલવેપ્રધાને સ્ટાર્ટઅપ્સને આ તકનો લાભ લેવા વિનંતી કરી હતી અને ભારતીય રેલવેને ટેકો આપવા કહેતાં રેલવે તરફથી 50 ટકા મૂડી સહાયની જાહેરાત કરી હતી. તેમણે આ આ મૂડી સહાય માટે રૂ. 1.5 કરોડની સમાન ભાગીદારીની વાત કરી હતી. તેમણે આ માટેની પ્રક્રિયાને પારદર્શક અને ઉદ્દેશપૂર્ણ બનાવવા માટે એ સમયમર્યાદામાં રહીને ઓનલાઇન કરવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. રેલવેના ફીલ્ડ અધિકારી, RDSO, રેલવે બોર્ડ ઇનોવેટર્સને સતત સમર્થન કરશે અને તેમનો સાથ આપશે.