કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદ માટે રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર

નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદ માટે રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભર્યું તે પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કોંગ્રેસના વર્તનામ પ્રમુખ સોનિયા ગાંધીની જગ્યા લેશે. જેઓ છેલ્લાં 19 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ છે.

કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદ માટે રાહુલ ગાંધી એકલાં જ ઉમેદવાર રહેશે. કારણકે આજે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અને હજી સુધી કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ અન્યએ આ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું નથી.

5 ડિસેમ્બર ભરેલાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને જો રાહુલ ગાંધી સામે અન્ય કોઈ ઉમેદવાર પોતાનું નોમિનેશન ફાઈલ નહીં કરે તો પાંચમી ડિસેમ્બરે જ નક્કી થઈ જશે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસના આગામી પ્રમુખ બનશે. જો આમ થશે તો આ પદ પર પહોંચનારા તેઓ નેહરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય હશે.