નવી દિલ્હીઃ બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડ્યાના સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા વ્યક્ત કરી છે કે રાણી જલદી સાજાં થઈ જાય.
રાણીને કોરોના થયાની જાણકારી બકિંગહામ પેલેસ તરફથી ગઈ કાલે કરવામાં આવી હતી. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, માનનીય રાણી એલિઝાબેથ જલદી સાજાં થાય એ માટે એમને શુભેચ્છા વ્યક્ત કરું છું અને એ માટે પ્રાર્થના કરું છું.
