નવી દિલ્હીઃ બદરીનાથ મંદિરનાં પોર્ટલ્સ શિયાળો પૂરો થતાં આઠ મેએ ખૂલશે અને ઉત્તરાખંડ વહીવટી તંત્ર મંદિર જતા માર્ગને સુરક્ષિત કરવા માટે વ્યાપક તૈયારી કરી રહ્યું છે. ચમોલીની સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) શ્વેતા ચૌબે બદરીનાથ મંદિર માટે યાત્રાના રૂટની તપાસ કરવા માટે બદરીનાથ પહોંચ્યાં હતાં. તેમણે યાત્રા રૂટ પર આવતા સંવેદશીલ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને યાત્રાને સુચારુ બનાવવા માટેની યોજના પણ બનાવી હતી.
ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં શિવરાત્રિએ આયોજિત ધાર્મિક સમારોહમાં રાવલ ભીમાશંકરની ઉપસ્થિતિમાં પૂરા-અર્ચની, પંચાગ અને ગણના પછી યાત્રા 2022 માં બદરીનાથ ધામની સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલવાની તિથિ જાહેર કરવામાં આવી હતી. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજય, કેદારનાથ રાવલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમચાલન થયું હતું. જેમાં બદરીનાથના કપાટ કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાના બે દિવસ પછી આઠ મેએ ખોલવામાં આવશે, એવું નક્કી કરવામાં આવ્યું હતું.
બદરીનાથથી પરત ફર્યા પછી તેમણે કહ્યું હતું કે બાજપુર, ચડા, ચમોલી ચડા, બિરહી બેન્ડ ચડા અને હેલંગ વિસ્તારો યાત્રા માટે વન-વે રૂટ રહેશે. તેમણે કહ્યું હતું કે ક્ષેત્રપાલ, પાગલનાલા, ગુલાબકોટી, હેલંગ અમારવાડી વિસ્તારો સંભવિત જોખમવાળાં સ્થળો તરીકે ગણાવ્યાં હતાં અને યાત્રાળુઓને સાવધ રહેવા માટે સાઇન બોર્ડ લગાવવા માટેના નિર્દેશ આપ્યા હતા. બદરીનાથ મંદિરના કપાટ ગયા વર્ષે નવેમ્બરે શિયાળાના પ્રારંભે બંધ કરવામાં આવ્યાં હતાં.