પ્રજ્વલ રેવન્ના SIT સમક્ષ 31 મેએ હાજર થશે

નવી દિલ્હીઃ કર્ણાટકની હાસલ લોકસભા સીટથી સાંસદ અને ફરી એક વાર ચૂંટણી મેદાનમાં ઊતરેલા JDS નેતા પ્રજ્વલ રેવન્નાએ એક વિડિયો જારી કરીને એલાન કર્યું હતું કે તે ખુદ 31 મેએ SIT સામે હાજર થશે. સેક્સ સ્કેન્ડલનો કેસ સામે આવ્યા પછી પ્રજ્વલ રેવન્ના ફરાયા થયો હતો અને તેણે ડિપ્લોમેટિક પાસપોર્ટનો લાભ લઈને દેશ છોડી જર્મની જતો રહ્યો હતો, પણ હવે તે 31 મેએ કર્ણાટક પોલીસની SITની ટીમની સામે હાજર થશે.

તેણે કહ્યું હતું કે વિદેશમાં મારા નિવાસ અંગે યોગ્ય માહિતી ના આપવા બદલ હું પરિવારના સભ્યો, કુમારન્ના અને પાર્ટીના કાર્યકર્તાઓથી માફી માગું છું. 26 તારીખે જ્યારે ચૂંટણી પૂરી થઈ, ત્યાં સુધી માટી સામે કોઈ કેસ નહોતો અને SITની પણ રચના નહોતી થઈ. મારા ગયા પછી 2-3 દિવસ પછી મેં યુટ્યુબ પર મારા પર લાગેલા આરોપ જોયા હતા.  જેથી મેં મારા વકીલ દ્વારા SITને પત્ર લખીને સાત દિવસનો સમય માગ્યો હતો.

એક અહેવાલ મુજબ સેક્સ વિડિયો સામે આવ્યાના તરત બાદ શનિવારે સવારે તેઓ જર્મની માટે રવાના થયા હતા. રવિવારે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે વિડિયોની સાથે છેડછાડ કરવામાં આવી છે. આવી હજ્જારો ક્લિપ છે, એમ રિપોર્ટ કહે છે.આ કૌભાંડ ગયા સપ્તાહે ત્યારે સામે આવ્યું, જ્યારે એક મહિલાએ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવતાં તેમની વિરુદ્ધ પોલીસમાં કે નોંધ્યો હતો. મહિલાની ફરિયાદને આધારે પોલીસે IPCની કલમ 354A, 354D, 506 અને 509 હેઠળ FIR નોંધ્યો હતો. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2019 અને 2022ની વચ્ચે કેટલીય વાર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મિડિયામાં વાઇરલ ક્લિપમાં કેટલીક અન્ય મહિલાઓ દેખાઈ રહી છે અને તેમના કેસ નોંધવા માટે આગળ આવવાની સંભાવના છે.