ચારધામ યાત્રાએ ગત વર્ષના તોડ્યા રેકોર્ડ

ઉત્તરાખંડમાં 10મીમેના રોજ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આ વર્ષે પણ ભકોતના ઘસરાએ પાછલા વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રા દરમિયાન ભક્તોના ઘોડાપુર ઉમટી પડતા કેટલીક વ્યવસ્થા પણ ખોરવાય જવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ વર્ષે ગત વર્ષ કરતા બમણી સંખ્યામાં ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું છે. થોડા દિવસો પહેલા ગઢવાલના કમિશનરે કહ્યું હતું કે, ‘ચારધામ યાત્રામાં ભીડને નિયંત્રણ કરવા માટે જરૂર પડશે તો NDRF અને ITBPની મદદ લેવાશે.’ ચારધામ યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. મળતા માહિતી મુજબ ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત થયા છે. જેમાંથી કેદારનાથમાં 27, બદ્રીનાથમાં 21, યમુનોત્રીમાં 13 અને ગંગોત્રીમાં ત્રણ લોકોના મોત થયા છે.

કેદારનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બીજીતરફ મંદિરોમાં દર્શન કરવા માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. આ સાથે વહિવટીતંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ભીડને કાબુમાં રાખવા અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે તમામ બાબત પર ધ્યાન રાખી રહી છે.

ઉલ્લેનીય છે કે યમુનોત્રી લગભગ 1,38,557 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે ગત વર્ષની તુલનાએ 127 ટકા વધુ છે. જ્યારે ગંગોત્રી ધામમાં 1,28,777 ભક્તો આવ્યા હતા, જે ગત વર્ષની તુલનાએ 89 ટકા વધુ છે. કેદારનાથ ધામમાં 3,19,193 શ્રદ્ધાળુઓ આવ્યા, જે ગત વર્ષોની તુલનાએ 156 ટકા વધુ છે. જ્યારે બદ્રીનાથ ધામમાં 1,39,656 ભક્તો ઉમટ્યા, જે ગત વર્ષથી 27 ટકા વધુ છે.