રસી-સર્ટિફિકેટ પર મોદીનું નામ, ફોટો નહીં રખાય

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાં ચૂંટણી આચારસંહિતાના ભાગરૂપે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને ફોટો હટાવી દેવામાં આવશે.

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં નવી વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં, મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચ, એમ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 10 માર્ચ નક્કી કરવામાં આવી છે. આ રાજ્યોમાં રસીના સર્ટિફિકેટ પરથી પીએમ મોદીનું નામ અને ફોટો હટાવી દેવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ અપ્લાય કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]