PM મોદી પાપુઆ ન્યુ ગિની, ફિજીના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીને ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનવામાં આવ્યા છે. ફિજી દેશના વડા પ્રધાન સિત્વની રાબુકા દ્વારા ફિજીના સર્વોચ્ચ સન્માન- કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર અને ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી ચુનંદા લોકોને ફિજી લોકોનું એ સન્માન મળ્યું છે. આવામાં ભારત માટે આ સન્માનનું અલગ મહત્ત્વ છે. એ સાથે રિપબ્લિક ઓફ પલાઉએ પણ વડા પ્રધાન મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપબ્લિક ઓફ પલાઉએ વડા પ્રધાન મોદીને એબાક્લ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીને બંને એવોર્ડ પાપુઆ ન્યુ ગિનીમાં આપવામાં આવ્યા હતા. PMO ઇન્ડિયાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે પલાઉના રાષ્ટ્રપતિ સુરંગેલ વ્હિપ્સ જુનિયરે વડા પ્રધાનને ભેટ આપી હતી.

વડા પ્રધાન મોદી એબકલની સાથે – એ પલાઉના લોકો માટે સૌથી મહત્ત્વનાં ઉપકરણોમાંથી એક છે અને એની સ્થાનિક સંસ્કૃતિથી ઊંડો સંબંધ છે, જે નેતૃત્વ અને જ્ઞાન પણ પ્રતીક છે.

પાપુઆ ન્યુ ગિનીએ પણ વડા પ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાપુઆ ન્યુ ગિનીએ પ્રશાંત દ્વીપ દેશોની એકતાને કારણે અને ગ્લોબલ સાઉથને કારણે આગેવાની કરવા માટે વડા પ્રધાન મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુથી સન્માનિત કર્યા હતા.  પાપુઆ ન્યુ ગિનીની તરફથી પુરસ્કાર બહુ ઓછા લોકોને આપવામાં આવે છે.