મોદીએ ટાટા ગ્રુપનો આભાર માન્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી ઘાતક લહેરમાં કેસોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની તંગી ઊભી થતાં સર્જાયેલી કટોકટી વચ્ચે સરકારને મદદરૂપ થવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપનો આભાર માન્યો છે. ટાટા ગ્રુપે દેશમાં ઓક્સિજનની તંગીને હળવી કરવામાં મદદરૂપ થવા માટે 24 ક્રાયોજેનિક કન્ટેનરની આયાત કરી છે જે દ્વારા પ્રવાહી મેડિકલ ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન કરી શકાશે.

ટાટા ગ્રુપે પોતાની આ મદદની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપ્યા બાદ મોદીએ ટ્વીટ કરીને ટાટા ગ્રુપનો આભાર માન્યો છે. મોદીએ ટાટા ગ્રુપના પ્રયાસોની સરાહના કરી છે અને કહ્યું કે દેશની જનતા સાથે મળીને કોવિડ-19 સંકટનો સામનો કરશે.