મુંબઈઃ શહેરની તાજ હોટેલને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી ધમકીભર્યો કોલ આવ્યો છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. તાજ હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાથી આવેલા કોલમાં કહેવામાં આવ્યું હતું કે 26/11 જેવો હુમલો એકવાર ફરીથી થશે.
તાજ હોટલના વહીવટીતંત્રે પોલીસને ધમકી આપવાની જાણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ધમકીભર્યો ફોન પાકિસ્તાનથી આવ્યો છે. રાતોરાત, મુંબઇ પોલીસ અને હોટલ સ્ટાફે મળીને આખી હોટલની સુરક્ષાની તપાસ કરી.
રાતથી હોટલમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અહીં આવતા મહેમાનો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. હોટેલમાં રોકાયેલા મહેમાનોની સંપૂર્ણ વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ દક્ષિણ મુંબઈમાં પોલીસની નાકાબંધી વધારી દેવામાં આવી છે.
