પેટ્રોલ-ડીઝલમાં 60 પૈસાનો ઘટાડો નહી… માત્ર એક પૈસો જ ઘટ્યો

નવી દિલ્હી– કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછીના સતત 16 દિવસ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પણ તે પણ માત્ર એક પૈસો… જ્યારે સવારે ઓઈલ કંપનીઓ દ્વારા ડેટા જાહેર કરાયો ત્યારે તેમાં પેટ્રોલમાં 60 પૈસા અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો દર્શાવ્યો હતો. પણ એક કલાકની અંદર જ તેલ કંપનીઓએ તેમાં ફેરફાર કરી નાંખ્યો હતો. તેને ટેકનિકલ ફોલ્ટ ગણાવ્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે કાચા તેલની કીમતોમાં સતત ઘટાડો શરૂ થયો હતો, પણ તેનો ફાયદો ગ્રાહકો સુધી હજી સુધી પહોંચ્યો નથી. બુધવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ રૂ.78.42 હતો. મંગળવારે તે રૂ.78.43 હતો. આમ માત્ર એક પૈસાનો ઘટાડો કર્યો છે.

ઈન્ડિયન ઓઈલ કંપનીની વેબસાઈટ પર સવારે પેટ્રોલ-ડીઝલના ભાવની જાણકારી જે રીતે જાહેર કરાઈ તેમાં એમ દર્શાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 60 પૈસાની છૂટ અપાઈ છે. પણ એવું હતું નહી. કંપનીએ ત્યાર પછી તુરંત જ તેમાં સુધારો કરી નાંખ્યો હતો. અને માત્ર એક પૈસાનો જ ઘટાડો જાહેર કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]