બાબા રામદેવનું યુ-ટર્નાસનઃ વિદેશી કંપનીઓ સાથે કરશે ભાગીદારી!

નવી દિલ્હીઃ સતત ઈન્ટનેશનલ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અને તેમનો વિકલ્પ હોવાનો દાવો કરનારી કરનારી પતંજલીએ પોતાના વલણ પરથી હવે યૂ-ટર્ન માર્યો છે. ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે સ્વદેશીનો ઢંઢેરો પીટીને પતંજલીનું ખૂબ માર્કેટિંગ કર્યું હતું. ત્યારે હવે પતંજલી આયુર્વેદ હવે ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે હાથ મિલાવવા માટે તૈયાર થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પતંજલી આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું છે કે તેમની પાસે ત્રણથી ચાર ગ્લોબલ કંપનીઓની ઓફર છે, જે પતંજલી સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ડીલ કરવા માંગે છે. બાલકૃષ્ણએ કહ્યું કે જ્યાં સુધી ઈન્ટરનેશનલ કંપનીઓનો અમારા મુલ્યો સાથે કોઈ ટકરાવ ન થાય ત્યાં સુધી અમને તેમની સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી.

તેમણે કહ્યું કે અમે એમએમસીને માત્ર એટલા માટે નકારી ન શકીએ કે તેઓ ઈન્ટરનેશનલ કંપનીઓ છે. બાલકૃષ્ણએ કહ્યું કે અમે કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યા છીએ. મહત્વનું છે કે લક્ઝરી સામાન બનાવનારી ફ્રાંસની કંપની એલએમવીએચે ગત વર્ષે જાન્યુઆરીમાં પતંજલી આયુર્વેદિક લિમિટેડમાં ભાગીદારી ખરીદવા માટે રસ દાખવ્યો હતો.

કંપનીના મેનેજિંગ પાર્ટનર રવિ ઠાકરને કહ્યું હતું કે, જો અમે એક મોડલ શોધી શકીએ તો અમને તેમની સાથે કામ કરવામાં ખુશી થશે. પતંજલી આયુર્વેદીકે બજારમાં આવ્યા બાદ પહેલાથી ઉપસ્થિત ઘણી વૈશ્વિક કંપનીઓ અને સ્થાનીક કંપનીઓ જેવી કે હિંદુસ્તાન યૂનિલિવર, કોલગેટ પામોલિવ અને ડાબર સાથે મોટો પડકાર ઉભો કર્યો હતો.

LMVH ના અધિકારીએ કહ્યું હતું કે પતંજલી પોતાની પ્રોડક્ટને અમેરિકા, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને યૂરોપમાં વેચી શકે છે. આ કામમાં એલ કેટેરન તેની મદદ કરી શકે છે. આટલું જ નહી પરંતુ વર્ષ 2017 માં પતંજલીએ કેએફસીમાં ભાગીદારી ખરીદવામાં રુચી દર્શાવી હતી પરંતુ તે સમયે તેનું એન્ટી-એમએનસી વલણ આડું આવ્યું હતું.

પતંજલી આયુર્વેદનું આ વલણ બાબા રામદેવના એ વલણથી બીલકુલ અલગ છે કે જેમાં તેઓ કહેતા હતા કે તેઓ ઈન્ટરનેશનલ કંપનીઓને શિર્ષાસન કરાવશે. આ કંપનીઓને ભારત માટે કોઈ પ્રેમ નથી. રામદેવ ઘણીવાત એ વાત કહેતા હતા કે પતંજલી આયુર્વેદે ઈન્ટરનેશનલ કંપનીઓની ઉંઘ હરામ કરી નાંખી છે.