રાખી સાવંતનો દાવોઃ ‘બિગ બોસ મારા પહેલા પતિ છે’

મુંબઈ – બોલીવૂડની અભિનેત્રી રાખી સાવંત તેનાં નિવેદનો અને સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકીને વિવાદાસ્પદ બની ગઈ છે.

એટલા માટે જ મિડિયાએ એનું નામ ‘ડ્રામા ક્વીન’ પાડ્યું છે.

રાખી હાલ ‘બિગ બોસ 13’ ટીવી રિયાલિટી શોમાં એક સ્પર્ધક બની છે. પોતે અને શોનાં હોસ્ટ સલમાન ખાન વિશેના અનેક વિડિયો તે શેર કરી રહી છે.

એક નવા વિડિયોમાં એણે બિગ બોસને પોતાનો પહેલો પતિ તરીકે ઓળખાવ્યો છે.

રાખીનો આ વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

આ વિડિયોમાં રાખી એવું બોલતાં સંભળાય છે કે, ‘દોસ્તો મારા લગ્ન પણ થઈ ગયા છે, તોય લોકો મારો પીછો છોડતા નથી. દોસ્તો, મને એવું લાગે છે કે તમારે સૌએ બિગ બોસ શો જોવો જોઈએ. દોસ્તો, જુઓ તમારી રાખી સાવંતના નામે કેવી મશ્કરી કરવામાં આવી રહી છે.’

રાખી વધુમાં કહે છે, ‘બિગ બોસ તમે તો મને સૌથી વધારે ચાહતા હતા. વાસ્તવમાં તમે મારા પહેલા પતિ રહી ચૂક્યો છો બિગ બોસ.’

રાખી બિગ બોસને કહે છે, ‘બિગ બોસ સીઝન 1માં તમારા અને મારા લગ્ન થયા હતા. અમે મારા પતિ છો બિગ બોસ.’

રાખી વધુમાં કહે છે, ‘બિગ બોસ તમારી રાખીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે તમે ફટાફટ મારા ઘેર આવો, મારે તમારી સાથે વાત કરવી છે.’

વાસ્તવમાં, છેલ્લા અમુક દિવસો દરમિયાન, ‘બિગ બોસ 13’ શોમાં બીબી ટ્રાન્સપોર્ટ ટાસ્ક દરમિયાન રાખી અન્ય સ્પર્ધકો – શેહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા અને અસીમ સાથે ઝઘડો કરતી જોવા મળી છે. શોમાં, શેહનાઝ અચાનક સિદ્ધાર્થની ટીમને છોડીને પારસની ટીમમાં ચાલી જતાં પોતાના મિત્રો સાથે ઝઘડા કરવા બદલ શેફાલી જરીવાલાએ શેહનાઝને ‘પંજાબની રાખી સાવંત’ કહી હતી. ત્યારથી રાખી સાવંત બિગ બોસનાં સ્પર્ધકો, ‘બિગ બોસ’ શો અને શોનાં હોસ્ટ સલમાન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરીને ન્યાય માગી રહી છે.

તહસીન પૂનાવાલા એક સપ્તાહમાં જ બિગ બોસ ઘરમાંથી થયો આઉટ

દરમિયાન, બિગ બોસ 13 શોમાં દર્શકોને રોજ કંઈકને કંઈક નવો વળાંક જોવા મળે છે. બિગ બોસ હાઉસના તમામ સભ્યો પર એલિમિનેશનની તલવાર સતત લટકતી રહે છે. આ વખતે એક એલિમિનેશને સૌને આશ્ચર્ય પહોંચાડ્યું છે. બન્યું છે એવું કે શોમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તહસીન પૂનાવાલા માત્ર એક જ સપ્તાહમાં શોમાંથી એલિમિનેટ થયો છે.

કહેવાય છે કે દર્શકો તરફથી ઓછા વોટ મળવાને કારણે નહીં, પણ રાજકારણ રમાવાને કારણે તહસીન ઘરમાંથી બહાર થયો છે. અમુક અહેવાલ અનુસાર, શોનાં આયોજકોને કથિતપણે એમના વકીલો તરફથી ફોન આવ્યો હતો, જેમાં એમણે રાજકીય અને કાયદાકીય કારણોનો હવાલો આપીને કહ્યું હતું કે તહસીનને શોમાંથી બહાર કરો. એટલા માટે જ તહસીનને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]