અતીત સુવર્ણ ભવિષ્ય માટે તક આપે છેઃ PM મોદી

ગ્વાલિયરઃ વડા પ્રધાન મોદીએ પોતાના જન્મદિવસે નામિબિયાથી ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામીબિયાના આઠ ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  આ ચિત્તાઓના ફોટો પાડ્યા હતા. તેમણે એ પછી એક સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સમયનું ચક્ર આપણને અતીતને સુધારીને નવા ભવિષ્યના નિર્માણ માટે તક આપે છે. આજે સૌભાગ્યથી અમારી સામે એક એવી જ ક્ષણ છે. દાયકાઓ પહેલાં જૈવ વિવિધતાની જે કડી તૂટી ગઈ હતી, આજે એને જોડવાની તક આપણને મળી છે. આજે ભારતની   ભારતની ધરતી પર ચિત્તા પરત ફર્યા છે.

 ચિતા પરત ફરતાં વડા પ્રધાને કહ્યું હતું કે અમારા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો હું આભાર માનું છું, તેમના સહયોગથી દાયકો પછી ચિત્તા ભારતની ધરતી પર પરત ફર્યા છે. મને વિશ્વાસ છે કે આ ચિત્તા ના કેવળ પ્રકૃતિના પ્રતિ અમારી જવાબદારીઓનો બોધ આપશે, બલકે અમારા માનવીય મૂલ્યો અને પરંપરાઓથી પણ જાણ કરાવશે.

માનવતાની સામે આવી તકો બહુ ઓછી આવે છે, જ્યારે સમયનું ચક્ર આપણને અતીતને સુધારીને નવા ભવિષ્યના નિર્માણની તક આપે છે. આજે સૌભાગ્યથી અમારી સામે એક એવી જ ક્ષણ છે. અમે 1952માં ચિત્તાને દેશમાંથી વિલુપ્ત જાહેર કરી દીધા હતા અને તેમના પુરનર્વાસ માટે દાયકાઓથી કોઈ સાર્થક પ્રયાસ નહોતો થયો. આજે આઝાદીના અમૃતકાળમાં દેશ નવી ઊર્જાની સાતે ચિત્તાના પુનર્વસવાટ માટે લાગી ગયો છે.