રાષ્ટ્રપતિથી માંડીને અનેક નેતાઓએ PMને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી આજે 72 વર્ષના થયા છે. તેઓ આટલી વયે પણ 18 કલાક કામ કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુ, ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને અનેક નેતાઓએ વડા પ્રધાન મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાન મોદીને જન્મદિને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું. તેમણે દેશને વધુ ને વધુ રક્તદાનમાં ભાગ લેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે રક્તદાન અમૃત મહોત્સવ શરૂ થવાનો છે. જેપી નડ્ડાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હું બધા કાર્યકર્તાઓને અને સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આગ્રહ કરું છું કે માનવ સેવા હેતુ શરૂ કરનારી આ ઝુંબેશમાં ભાગ લે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને જન્મદિને શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભકામના.

ગૃહપ્રધાન અમિત શાહે વડા પ્રધાનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વડા પ્રધાનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

કોંગ્રેસ સાસંદ શશિ થરૂરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિને બહુ-બહુ શુભકામનાઓ. સારું આરોગ્ય અને લાંબી ઉંમર, ઇશ્વર કરે કે તેઓ અમારા દેશવાસીઓના અંધકાર દૂર કરવા માટે કામ કરે અને તેઓ પ્રગતિ, વિકાસ અને સામાજિક સદભાવનો પ્રકાશ આપે.

બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતીએ વડા પ્રધાન મોદીને શુભકામનાઓ આપતાં ટ્વીટ કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને તેમના 72મા જન્મદિને હાર્દિક શુભકામનાઓ. તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની કામના.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડા પ્રધાન મોદીને શુભકામનાઓ આપતાં કહ્યું હતું કે એક ભારત-શ્રેષ્ઠ ભારતના શિલ્પી, અંત્યોદય હેતુ રાષ્ટ્ર આરાધનામાં સતત રત, યશસ્વી પ્રધાનમંત્રીને જન્મદિનની શુભકામનાઓ પ્રભું શ્રી રામ વડા પ્રધાનને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.