‘ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ઘણી ઓછી’

નવી દિલ્હીઃ અત્રેની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે કોરોનાવાઈરસ મહામારીની ત્રીજી લહેર ભારતમાં ફેલાય એવી સંભાવના ઓછી છે, પરંતુ રોગચાળો હજી ખતમ થયો નથી તેથી દરેક જણે ચેપથી બચવા માટે ઘડવામાં આવેલા નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.

ડો. ગુલેરિયાએ કહ્યું છે કે દેશમાં કોરોનાના કેસ આવતા રહેશે, પરંતુ રોગચાળાની તીવ્રતા મોટા પાયે ઘટેલી રહેશે.