LoC પર ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિક ઠાર માર્યા

શ્રીનગર- આજે પાકિસ્તાન તેનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. તેમ છતાં પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતો છોડવાનું નામ નથી લઈ રહ્યું . 14 ઓગસ્ટની સવારે પાકિસ્તાની સેનાએ ભારતીય સરહદના કુપવાડાના તંગધાર વિસ્તારમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી ભારતીય સૈનિકોને પણ વળતો જવાબ આપવાની ફરજ પડી હતી.પાકિસ્તાન તરફથી ભારતની અનિલ પોસ્ટ, ચિતાક પોસ્ટ અને ભારતના બ્લેક રોક પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પાકિસ્તાને સવારે 7:15 વાગે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકોના મોત થયા છે. આપને જણાવી દઈએ કે, ગત રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામના ભંગમાં ભારતનો એક સૈનિક શહીદ થયો હતો.

સોમવારે સાંજે કુપવાડાના તંગધારમાં આતંકીઓ સાથેના અથડામણમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો. આતંકીઓ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ થોડા દિવલ પહેલાં બાંદીપુરાના ગુરેજ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લમંઘન કર્યું હતું. આ દરમિયાન અનેક આતંકીઓએ ભારતીય સરહદમાં ઘુસવા પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં ચાર આતંકીઓ ઠાર મરાયા હતા. દરમિયાન ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા હતા.