પણજીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સામાન્ય સચિવ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું. ભાજપના વિરોધનો મતલબ એ નથી કે હિન્દુઓનો વિરોધ. જોશીએ વાત પણજીમાં વિશ્વગુરુ ભારત પરના આરએસએશના દ્રષ્ટિકોણ લેક્ચરમાં સવાલોના જવાબ આપતાં કહી હતી. રાષ્ટ્રીય સામાન્ય સચિવે કહ્યું હતું કે હિન્દુ સમુદાયનો અર્થ ભાજપ નથી થતો. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ કંઈ હિન્દુ સમુદાયના દુશ્મનો નથી, અને ભાજપનો અર્થ હિન્દુ સમુદાય નથી થતો, એમ તેમણે જણાવ્યું હતું.
હિન્દુ હિન્દુ સામે લડે છે, કેમ કે તેઓ ધર્મને ભૂલી ગયા છે. છત્રપતિ શિવાજી મહારાજે પણ તેમના પોતાના ફેમિલીનો વિરોધનો સમાનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે અસમંજસતા અને સ્વકેન્દ્રિત વર્તણૂક છે, ત્યાં વિરોધ છે.કેરળમાં આવી જ આવી જ કંઈક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં સામ્યવાદીઓ મંદિર પર આધિપત્ય જમાવીને મંદિરના પ્રમુખ બનવા માગે છે.
હિન્દુઓ રાજકારણથી ઉપર ઊઠવું જરૂરી
જોષીએ સલાહ આપતાં કહ્યું હતું કે હિન્દુઓએ રાજકારણથી ઉપર ઊઠવું જરૂરી છે. એક સવાલના જવાબમાં જોશીએ જણાવ્યું હતું કે બધા સમુદાયના લોકોને કંઘ આવકારે છે. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ સંઘની વિચારધારા સાથે સુસંગત છે, એ વ્યક્તિ સંઘમાં જોડાઈ શકે છે અને તેમની માનભર્યું સ્થાન આપવામાં આવશે, પણ તેમને એક અલગ પોઝિશન નહીં અપાય. એક અન્ય સવાલમાં જવાબમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરકારી કર્મચારીને જોડાવા પર કોઈ પ્રતિબંધ નથી, પણ તેમની પર રાજકીય ચળવળમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જો તમે દેશના હિતની અને સંભવિત ધમકીની ભાષામાં વાત કરો તો તેને એક વિચારસરણી તરીકે માનવામાં આવે છે. પણ હું દેશમાં રહું છું તો મને દેશની વિરુદ્ધ બોલવાનો હક નથી, એમ તેમણે કહ્યું હતું
જોશીએ કહ્યું હતું કે સંઘમાં જોડાવા બદલ સરકારી કર્મચારીની નોકરી ગઈ હોય એવું એક પણ ઉદાહરણ નથી. જોકે તેની આ મુદ્દે હેરાનગતિ કરાય એ જેતે સંસ્થાનો એક ભાગ હોઈ શકે. એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ કોમી છે એવું પુરવાર નથી થતું, કેમ કે તેમના ધર્મનું એક પણ ધાર્મિક પુસ્તક અથવા હિન્દુ એક ભગવાન નહીં અનેક ભગવાનમાં વિશ્વાસ કરે છે, એમ તેમણે કહ્યું હતું.