ઓમિક્રોનઃ મહારાષ્ટ્રમાં યાત્રીઓને સાત દિવસ ક્વોરોન્ટિન ફરજિયાત

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સહિત 15 દેશોમાં કોરોના વાઇરસના વધુ સંક્રમણ ફેલાવનારા નવા ઓમિક્રોન વેરિયેન્ટે વિશ્વમાં દહેશત ફેલાવી છે. દેશમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવધાની રૂપે આકરું વલણ અપનાવાનો પ્રારંભ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઓમિક્રોન પ્રસર્યો હોય એવા શંકાસ્પદ દેશોમાંથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓ માટે ક્વોરોન્ટિન ફરજિયાત કરી દીધું છે અને અન્ય રાજ્યોમાં આવનારા લોકો માટે રસીના બંને ડોઝ લીધા પછી પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે.

રાજ્યના ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રાજ્યની કાર્યકારી સમિતિના અધ્યક્ષે રાજ્યમાં હવાઈ યાત્રા પર તત્કાળ અસરથી પ્રતિબંધ જાહેર કર્યો છે. જે મુજબ કેન્દ્ર દ્વારા 28 નવેમ્બર, 2021ના દિશા-નિર્દેશોની સાથે-સાથે ભવિષ્યમાં જોકોઈ વધુ પ્રતિબંધ હોય તો એ  લાગતા ન્યૂનતમ પ્રતિબંધો લાગુ રહેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં આવનારા બધા યાત્રીઓ માટે છેલ્લા 15 દિવસોમાં યાત્રા કરેલા દેશોની માહિતી જાહેર કરવા માટે ઓક ઘોષણાનો મુસદ્દો તૈયાર કરશે.

 મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL) બધી એરલાઇનોની સાથે પ્રોફાર્મા શેર કરશે અને છેલ્લા 15 દિવસોમાં યાત્રા સંબંધમાં આવનારા પ્રવાસીઓને ક્રોસ ચેક કરવામાં આવશે. MIAL અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. આવા બધા યાત્રીઓને સાત દિવસો માટે ક્વોરોન્ટિન રહેવું ફરજિયાત છે. આ યાત્રીઓને દર બીજા, ચોથા અને સાત દિવસોમાં RT-PCR ટેસ્ટ થતા રહેશે.