ઓડિશામાં રેલવે દુર્ઘટનાઃ ગૂડ્સ-ટ્રેનના 9-ડબ્બા નદીમાં પડ્યા

ભૂવનેશ્વરઃ ઓડિશામાં ભારે વરસાદને કારણે ઈસ્ટ કોસ્ટ રેલવેઝ વિભાગ પરના આંગુલ-તાલ્ચેર રોડ રૂટ પર આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ખડી પડી હતી અને એના 9 ડબ્બા નદીમાં પડી ગયા હતા. બંગાળના અખાત પરના આકાશમાં ડીપ ડીપ્રેશન સર્જાયું હોવાને કારણે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.

ગઈ કાલે વહેલી સવારે લગભગ 2.35 વાગ્યાના સુમારે માલગાડી ફિરોઝ નગરથી ખુર્દા રોડ તરફ જતી હતી. તે આંગુલ સ્ટેશનેથી નીકળ્યા બાદ આંગુલ અને તાલ્ચેર રોડ સ્ટેશન વચ્ચે દુર્ઘટના થઈ હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.